Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मेघनाद ने श्रीराम को नागपाश से बाँधा
 
सक्ति सूल तरवारि कृपाना । अस्त्र सस्त्र कुलिसायुध नाना ॥
डारह परसु परिघ पाषाना । लागेउ बृष्टि करै बहु बाना ॥१॥
 
दस दिसि रहे बान नभ छाई । मानहुँ मघा मेघ झरि लाई ॥
धरु धरु मारु सुनिअ धुनि काना । जो मारइ तेहि कोउ न जाना ॥२॥
 
गहि गिरि तरु अकास कपि धावहिं । देखहि तेहि न दुखित फिरि आवहिं ॥
अवघट घाट बाट गिरि कंदर । माया बल कीन्हेसि सर पंजर ॥३॥
 
जाहिं कहाँ ब्याकुल भए बंदर । सुरपति बंदि परे जनु मंदर ॥
मारुतसुत अंगद नल नीला । कीन्हेसि बिकल सकल बलसीला ॥४॥
 
पुनि लछिमन सुग्रीव बिभीषन । सरन्हि मारि कीन्हेसि जर्जर तन ॥
पुनि रघुपति सैं जूझे लागा । सर छाँड़इ होइ लागहिं नागा ॥५॥
 
ब्याल पास बस भए खरारी । स्वबस अनंत एक अबिकारी ॥
नट इव कपट चरित कर नाना । सदा स्वतंत्र एक भगवाना ॥६॥
 
रन सोभा लगि प्रभुहिं बँधायो । नागपास देवन्ह भय पायो ॥७॥
 
(दोहा)
गिरिजा जासु नाम जपि मुनि काटहिं भव पास ।
सो कि बंध तर आवइ ब्यापक बिस्व निवास ॥ ७३ ॥

MP3 Audio

 
મેઘનાદ શ્રીરામને નાગપાશથી બાંધે છે
 
શૂલશક્તિ તલવાર કૃપાણ અસ્ત્રશસ્ત્ર પરશુ વળી બાણ,
આયુધ વજ્રસમાન અપાર વૃષ્ટિ પરિઘની કરી કરાળ.
 
ગયાં છવાઈ નભમાં બાણ વરસ્યાં વાદળ જેમ રસાળ;
પકડો મારો વ્યાપ્યો શોર, પ્રહાર ચાલ્યા ચારેકોર.
 
ગિરિતરુસહ સેના દોડી, મારનાર ન મળ્યું કોઈ;
વિષાદગ્રસ્ત વળ્યા પાછા વાનર તેથી મદમાતા.
 
ઘાટ વાટ ને ગિરિ સઘળા સદન બન્યા જાણે શરના,
મેઘનાદ કેરી માયા વ્યાપી એમ સજી છાયા.
 
મારુતસુત અંગદ નલનીલ વ્યાકુળ કર્યા બધા બળશીલ,
પછી વિભીષણ ને સુગ્રીવ ઘાયલ કર્યા સુમિત્રાવીર.
 
રઘુપતિ સાથે યુદ્ધ કર્યું શરે સર્પનું રૂપ ધર્યું;
વાગ્યાં રઘુપતિને બહુ બાણ, રિપુએ હરવા લાગ્યો પ્રાણ.
 
(દોહરો)   
એક અખંડ સ્વતંત્ર જે અવિનાશી સંપૂર્ણ,
નાગપાશથી રામ તે બંધાયા બહુમૂલ.
 
નટની પેઠે વિવિધ તે માયાચરિત કરે,
તોપણ સદા સ્વતંત્ર ને ઈશ્વર એક રહે.
 
નામ જપીને જેમનું મુનિ તોડે ભવપાશ,
કેમ કરી બંધાય તે વ્યાપક વિશ્વનિવાસ ?
 
પ્રભુ બંધાયા સમરની શોભાકાજ સપ્રેમ,
દેવોને ભય થાય ના એ દેખીને કેમ ?