Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युद्ध का वर्णन
 
चलत होहिं अति असुभ भयंकर । बैठहिं गीध उड़ाइ सिरन्ह पर ॥
भयउ कालबस काहु न माना । कहेसि बजावहु जुद्ध निसाना ॥१॥
 
चली तमीचर अनी अपारा । बहु गज रथ पदाति असवारा ॥
प्रभु सन्मुख धाए खल कैंसें । सलभ समूह अनल कहँ जैंसें ॥२॥
 
इहाँ देवतन्ह अस्तुति कीन्ही । दारुन बिपति हमहि एहिं दीन्ही ॥
अब जनि राम खेलावहु एही । अतिसय दुखित होति बैदेही ॥३॥
 
देव बचन सुनि प्रभु मुसकाना । उठि रघुबीर सुधारे बाना ।
जटा जूट दृढ़ बाँधै माथे । सोहहिं सुमन बीच बिच गाथे ॥४॥
 
अरुन नयन बारिद तनु स्यामा । अखिल लोक लोचनाभिरामा ॥
कटितट परिकर कस्यो निषंगा । कर कोदंड कठिन सारंगा ॥५॥
 
(छंद)
सारंग कर सुंदर निषंग सिलीमुखाकर कटि कस्यो ।
भुजदंड पीन मनोहरायत उर धरासुर पद लस्यो ॥
कह दास तुलसी जबहिं प्रभु सर चाप कर फेरन लगे ।
ब्रह्मांड दिग्गज कमठ अहि महि सिंधु भूधर डगमगे ॥
 
(दोहा)
सोभा देखि हरषि सुर बरषहिं सुमन अपार ।
जय जय जय करुनानिधि छबि बल गुन आगार ॥ ८६ ॥

MP3 Audio

 
યુદ્ધનું વર્ણન
 
ચાલતી વેળા ભયંકર વિવિધ અપશુકનો થયા,
ગીધ ઊડી દશાનનના શીશ પર બેસી ગયાં;
 
કાળવશ એણે ન માન્યું કિન્તુ એ સમયે કશું,
વગાડો ડંકા નિશાનો યુદ્ધનાં એવું કહ્યું.
 
ચાલ્યું રાક્ષસસૈન્ય અપાર ગજ રથ પદદળ તેમ સવાર;
પ્રભુસન્મુખ સૌ દોડયા ખલ જેમ શલભનાં વૃંદ અનલ.
 
દેવોએ સ્તુતિ અરજ કરી, અસુરે દારુણ વિપદ ધરી;
હવે રમાડો ના એને, જીવે વૈદેહી કેમે.
 
પ્રભુ મંદ હસ્યા સુણતાં વાણ, સજ્જ કર્યાં પોતાનાં બાણ;
શિર પર બાંધ્યો જટાસમૂહ, સોહે સુંદર વચ્ચે ફૂલ.
 
અરુણનયન તન મેઘશ્યામ, અખિલલોક લોચનાભિરામ;
કટિ પર પરિકર વળી નિષંગ, કર કોદંડ કઠિન સારંગ.
 
(છંદ)
સારંગ કર કમરે નિષંગ ભરેલ સુંદર બાણથી,
ભુજદંડ પુષ્ટ વિશાળ શુભ ઉર પુનિત ભૃગુમુનિ પાદથી;
પ્રભુ દાસ તુલસી હાથમાં ધનુબાણ ફેરવતા થયા,
બ્રહ્માંડ દિગ્ગજ કમઠ અહિ ગિરિ ધરા નદ ત્યારે ડગ્યાં.
 
(દોહરો)   
શોભા દેખી હરખતાં પુષ્પો સુર વરસ્યા,
જય કરુણાનિધિ શક્તિ ગુણ રૂપનિધાન, વદ્યા.