if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युद्ध का वर्णन
 
मज्जहि भूत पिसाच बेताला । प्रमथ महा झोटिंग कराला ॥
काक कंक लै भुजा उड़ाहीं । एक ते छीनि एक लै खाहीं ॥१॥
 
एक कहहिं ऐसिउ सौंघाई । सठहु तुम्हार दरिद्र न जाई ॥
कहँरत भट घायल तट गिरे । जहँ तहँ मनहुँ अर्धजल परे ॥२॥
 
खैंचहिं गीध आँत तट भए । जनु बंसी खेलत चित दए ॥
बहु भट बहहिं चढ़े खग जाहीं । जनु नावरि खेलहिं सरि माहीं ॥३॥
 
जोगिनि भरि भरि खप्पर संचहिं । भूत पिसाच बधू नभ नंचहिं ॥
भट कपाल करताल बजावहिं । चामुंडा नाना बिधि गावहिं ॥४॥
 
जंबुक निकर कटक्कट कट्टहिं । खाहिं हुआहिं अघाहिं दपट्टहिं ॥
कोटिन्ह रुंड मुंड बिनु डोल्लहिं । सीस परे महि जय जय बोल्लहिं ॥५॥
 
(छंद)
बोल्लहिं जो जय जय मुंड रुंड प्रचंड सिर बिनु धावहीं ।
खप्परिन्ह खग्ग अलुज्झि जुज्झहिं सुभट भटन्ह ढहावहीं ॥
बानर निसाचर निकर मर्दहिं राम बल दर्पित भए ।
संग्राम अंगन सुभट सोवहिं राम सर निकरन्हि हए ॥
 
(दोहा)
रावन हृदयँ बिचारा भा निसिचर संघार ।
मैं अकेल कपि भालु बहु माया करौं अपार ॥ ८८ ॥

MP3 Audio

 
યુદ્ધનું વર્ણન
 
નહાય ભૂતપિશાચ વેતાલ શિવગણ તેમજ પ્રેત કરાળ,
કાક કંક લઈ ભુજા ફરે, એક છીનવે એક જમે.
 
સસ્તું ભોજન સદ્ય મળે, દરિદ્રતા સંપૂર્ણ ટળે;
તરફડી રહ્યા ઘાયલ વીર, ઢળતા કાળનદીને તીર.
 
ગીધ ખેંચતા આંતરડા માછી જાળસમેત બધાં;
શોણિતમાં સુભટો તરતા, પક્ષી નાવ ગણી રમતાં.
 
જોગણી ભરે ખપ્પર રક્ત, પિશાચિની નાચે મદમત્ત;
કપાલનાં કરતાલ બજે, ચામુંડાઓ ગાય બધે.
 
જંબુકવૃંદ કરે કટકટ શબને કાપે ભક્ષે ઝટ;
પરસ્પર કરે રોષ રુવાબ, કોટિ ધડથકી ખેલે ફાગ.
 
(છંદ)
જય બોલતાં મસ્તક તથા ધડ દોડતાં મસ્તક વિના,
પક્ષી પરસ્પર લૂંટતાં, સુભટો સુભટને ખેંચતા;
કપિ રામબળ ગર્વિત નિકરને નિશાચરના મસળતા,
શર રામનાં પડતાં સુભટ ઢળતા તરત સૌ સમરમાં.
 
(દોહરો)   
વિચાર લંકેશે કર્યો થતાં અસુરસંહાર,
એકલ હું, કપિ ભાલુ વધુ, માયા કરું અપાર

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.