if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम-रावण युद्ध
 
चले बान सपच्छ जनु उरगा । प्रथमहिं हतेउ सारथी तुरगा ॥
रथ बिभंजि हति केतु पताका । गर्जा अति अंतर बल थाका ॥१॥
 
तुरत आन रथ चढ़ि खिसिआना । अस्त्र सस्त्र छाँड़ेसि बिधि नाना ॥
बिफल होहिं सब उद्यम ताके । जिमि परद्रोह निरत मनसा के ॥२॥
 
तब रावन दस सूल चलावा । बाजि चारि महि मारि गिरावा ॥
तुरग उठाइ कोपि रघुनायक । खैंचि सरासन छाँड़े सायक ॥३॥
 
रावन सिर सरोज बनचारी । चलि रघुबीर सिलीमुख धारी ॥
दस दस बान भाल दस मारे । निसरि गए चले रुधिर पनारे ॥४॥
 
स्त्रवत रुधिर धायउ बलवाना । प्रभु पुनि कृत धनु सर संधाना ॥
तीस तीर रघुबीर पबारे । भुजन्हि समेत सीस महि पारे ॥५॥
 
काटतहीं पुनि भए नबीने । राम बहोरि भुजा सिर छीने ॥
प्रभु बहु बार बाहु सिर हए । कटत झटिति पुनि नूतन भए ॥६॥
 
पुनि पुनि प्रभु काटत भुज सीसा । अति कौतुकी कोसलाधीसा ॥
रहे छाइ नभ सिर अरु बाहू । मानहुँ अमित केतु अरु राहू ॥७॥
 
(छंद)
जनु राहु केतु अनेक नभ पथ स्त्रवत सोनित धावहीं ।
रघुबीर तीर प्रचंड लागहिं भूमि गिरन न पावहीं ॥
एक एक सर सिर निकर छेदे नभ उड़त इमि सोहहीं ।
जनु कोपि दिनकर कर निकर जहँ तहँ बिधुंतुद पोहहीं ॥
 
(दोहा)
जिमि जिमि प्रभु हर तासु सिर तिमि तिमि होहिं अपार ।
सेवत बिषय बिबर्ध जिमि नित नित नूतन मार ॥ ९२ ॥

MP3 Audio

 
રામ-રાવણનું યુદ્ધ
 
(છંદ)
પાંખવાળા સાપસરખાં શર બધાં ચાલી રહ્યાં,
અશ્વસારથિને હણી ધ્વજપતાકા પાડી ગયાં;
ગરજતો રાવણ રહ્યો અતિજોરથી પણ અંતરે,
શ્રમિત ખૂબ થઈ ગયો, રોષે ચઢયો બીજા રથે.
 
શસ્ત્રાસ્ત્ર છોડયાં વિવિધ તો પણ ગયાં નિષ્ફળ એ સકળ,
પરદ્રોહરત જનના પ્રયત્નો થાય છે જેવા અફળ.
 
દસ ત્રિશૂળ અસુરે માર્યા, ચાર અશ્વ નીચે પાડયા;
રામે અશ્વ ઉઠાડી એ સુતીક્ષ્ણ વરસાવ્યાં શરને.
 
(દોહરો)   
રાવણ શિર સરોજવન ભ્રમર રામનાં બાણ,
પંક્તિ ચાલી તેમની પ્રમુદિત કરવા પ્રાણ.
 
દસ ભાલમહીં દસદસ માર્યા રામે બાણ,
રેલી રક્તપ્રવાહને છેદી ચાલ્યાં ભાલ.
 
સ્ત્રવત રુધિર દોડયો બળવાન, ફરી કરીને શરસંધાન
પ્રભુએ ત્રીસ બાણ માર્યા, ભુજાશીશ નીચે ઢાળ્યાં.
 
કાપ્યાં તો  પણ થયાં નવીન, કાપ્યાં પ્રભુએ બની પ્રવીણ;
છેદ્યાં એ વિધ વારંવાર તો પણ આવી ન શક્યો પાર.
 
(છંદ)
મસ્તકભુજા નભમાં છવાઈ રાહુકેતુસમાં રહ્યાં,
રઘુવીરતીર સુતીક્ષ્ણ લાગ્યાં તોય ના નીચે પડયાં;
એકેક શરથી શિરસમૂહો કપાતાં ફરતાં નભે,
જાણે કુપિત રવિકિરણ ભળતાં રાહુગ્રહમાં હો બધે.
 
(દોહરો)   
શિર હણતા પ્રભુ તેમ તે બનતાં વળી અપાર,
જેમ વિષય સેવ્યે વધે નિતનિત નૂતન માર.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.