विभीषण ने श्रीराम को रावण के अमरत्व का रहस्य बताया
काटत बढ़हिं सीस समुदाई । जिमि प्रति लाभ लोभ अधिकाई ॥
मरइ न रिपु श्रम भयउ बिसेषा । राम बिभीषन तन तब देखा ॥१॥
उमा काल मर जाकीं ईछा । सो प्रभु जन कर प्रीति परीछा ॥
सुनु सरबग्य चराचर नायक । प्रनतपाल सुर मुनि सुखदायक ॥२॥
नाभिकुंड पियूष बस याकें । नाथ जिअत रावनु बल ताकें ॥
सुनत बिभीषन बचन कृपाला । हरषि गहे कर बान कराला ॥३॥
असुभ होन लागे तब नाना । रोवहिं खर सृकाल बहु स्वाना ॥
बोलहि खग जग आरति हेतू । प्रगट भए नभ जहँ तहँ केतू ॥४॥
दस दिसि दाह होन अति लागा । भयउ परब बिनु रबि उपरागा ॥
मंदोदरि उर कंपति भारी । प्रतिमा स्त्रवहिं नयन मग बारी ॥५॥
(छंद)
प्रतिमा रुदहिं पबिपात नभ अति बात बह डोलति मही ।
बरषहिं बलाहक रुधिर कच रज असुभ अति सक को कही ॥
उतपात अमित बिलोकि नभ सुर बिकल बोलहि जय जए ।
सुर सभय जानि कृपाल रघुपति चाप सर जोरत भए ॥
(दोहा)
खैचि सरासन श्रवन लगि छाड़े सर एकतीस ।
रघुनायक सायक चले मानहुँ काल फनीस ॥ १०२ ॥
MP3 Audio
વિભિષણ રામને રાવણની અમરતાનું રહસ્ય જણાવે છે
વધ્યા કાપતાં શિરસમુદાય જેમ લોભ વધતો પ્રતિલાભ;
મર્યો ન રિપુ શ્રમ ખૂબ થયો, જાણ્યો ખ્યાલ વિભીષણનો.
કહ્યા કાળ કાળતણા જે પ્રીતિપરીક્ષા કરતા તે.
સર્વજ્ઞ ચરાચરના નાથ, શરણાગત પાલક જગતાત,
સુરમુનિ સુખદાયક પ્રભુ હે, વદ્યા વિભીષણ શાંત સ્વરે.
નાભિકુંડમાં અમૃતવાસ જીવે તેથી રાવણ ખાસ.
(દોહરો)
શબ્દ વિભીષણના સુણી રામે લીધું બાણ,
અનેક અપશુકનનો થયા ત્યારે ખેંચી ધ્યાન.
રડવા લાગ્યાં જોરથી ખર શિયાળ ને શ્વાન,
અમંગલ રહ્યાં સૂચવી વિહંગ વદતાં વાણ.
ધૂમકેતુ પ્રગટી રહ્યા દસે દિશે નભમાં,
દાહ થયો સઘળે થયું સૂર્યગ્રહણ ક્ષણમાં.
કંપ્યું ઉર મંદોદરીકેરું, મૂર્તિ રડી,
વજ્રપાત નભથી થયા, ડોલી ને ધરતી.
(છંદ)
અતિચંડ વાયુ ફરી રહ્યો, વાદળ રુધિર રજ વાળને,
વરસી રહ્યાં, કો વર્ણવી એ શકે સઘળાં અશુભને;
ઉત્પાત દેખી દેવ અકળાઈ રહ્યા જય બોલતાં,
ભયભીત જાણી રઘુવર ધનુબાણ ધાર્યા ડોલતાં.
(દોહરો)
છોડયાં શર ધનુ ખેંચતાં રામે એકત્રીસ,
કાળસર્પ સરખાં ગયાં સૌ વરસાવી રીસ.

