if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम के जीत की खबर लेकर हनुमानजी चले सीता के पास
 
पुनि प्रभु बोलि लियउ हनुमाना । लंका जाहु कहेउ भगवाना ॥
समाचार जानकिहि सुनावहु । तासु कुसल लै तुम्ह चलि आवहु ॥१॥
 
तब हनुमंत नगर महुँ आए । सुनि निसिचरी निसाचर धाए ॥
बहु प्रकार तिन्ह पूजा कीन्ही । जनकसुता देखाइ पुनि दीन्ही ॥२॥
 
दूरहि ते प्रनाम कपि कीन्हा । रघुपति दूत जानकीं चीन्हा ॥
कहहु तात प्रभु कृपानिकेता । कुसल अनुज कपि सेन समेता ॥३॥
 
सब बिधि कुसल कोसलाधीसा । मातु समर जीत्यो दससीसा ॥
अबिचल राजु बिभीषन पायो । सुनि कपि बचन हरष उर छायो ॥४॥
 
(छंद)
अति हरष मन तन पुलक लोचन सजल कह पुनि पुनि रमा ।
का देउँ तोहि त्रेलोक महुँ कपि किमपि नहिं बानी समा ॥
सुनु मातु मैं पायो अखिल जग राजु आजु न संसयं ।
रन जीति रिपुदल बंधु जुत पस्यामि राममनामयं ॥
 
(दोहा)
सुनु सुत सदगुन सकल तव हृदयँ बसहुँ हनुमंत ।
सानुकूल कोसलपति रहहुँ समेत अनंत ॥ १०७ ॥

MP3 Audio

 
હનુમાનજી સીતાને અશોકવનમાં સમાચાર આપવા જાય છે
 
બોલાવી સત્વર હનુમાન લંકા જાવ વદ્યા ભગવાન;
વૈદેહીને ખબર કરો, પાછા પૂછી ખબર ફરો.
 
આવ્યા નગરમહીં હનુમાન થતાં શેષ અસુરોને જાણ,
પૂજા પ્રશસ્તિસાથ કરી, સીતાને સપ્રેમ ધરી.
 
કર્યા દૂરથી પ્રેમપ્રણામ, દૂત રામના શ્રીહનુમાન,
જાણી પૂછ્યું કૃપાનિકેત કુશળ છે અનુજ સૈન્યસમેત.
 
માત, કુશળ કોશલાધીશ, જીત્યો સમરમહીં દસ શીશ;
રાજ્ય વિભીષણ પાસ ગયું; મન કપિ વચને મુદિત બન્યું.
 
(છંદ)
અતિહર્ષ મનમાં, પુલક તનમાં, સજલ લોચનથી કહ્યું,
હનુમાન શું અર્પું તમોને, નથી કશું આ વાણશું;
માતા, અખિલ જગરાજ્ય મુજને કહ્યું હનુમાને મળ્યું,
વિજયી બનેલા બંધુ સાથે રામનું દર્શન થયું.
 
(દોહરો)           
સીતા બોલી, ગુણ સકળ હૃદય વસો હનુમંત,
સાનુકૂળ શ્રીરામ ને રહો સદાય અનંત.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.