Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अयोध्या जाने के लिए पुष्पक विमान तैयार
 
सुनत बिभीषन बचन राम के । हरषि गहे पद कृपाधाम के ॥
बानर भालु सकल हरषाने । गहि प्रभु पद गुन बिमल बखाने ॥१॥
 
बहुरि बिभीषन भवन सिधायो । मनि गन बसन बिमान भरायो ॥
लै पुष्पक प्रभु आगें राखा । हँसि करि कृपासिंधु तब भाषा ॥२॥
 
चढ़ि बिमान सुनु सखा बिभीषन । गगन जाइ बरषहु पट भूषन ॥
नभ पर जाइ बिभीषन तबही । बरषि दिए मनि अंबर सबही ॥३॥
 
जोइ जोइ मन भावइ सोइ लेहीं । मनि मुख मेलि डारि कपि देहीं ॥
हँसे रामु श्री अनुज समेता । परम कौतुकी कृपा निकेता ॥४॥
 
(दोहा)
मुनि जेहि ध्यान न पावहिं नेति नेति कह बेद ।
कृपासिंधु सोइ कपिन्ह सन करत अनेक बिनोद ॥ ११७(क) ॥ 
 
उमा जोग जप दान तप नाना मख ब्रत नेम ।
राम कृपा नहि करहिं तसि जसि निष्केवल प्रेम ॥ ११७(ख) ॥ 

MP3 Audio

 
અયોધ્યા જવા પુષ્પક વિમાન તૈયાર
 
સુણી મધુરી વિભીષણે વાણી કર્યા નમન શ્રીરામને નામી;
હરખ્યા કપિભાલુ સઘળા મનમાં કર્યું ગુણનું સ્તવન ઢળી પદમાં.
 
પહોંચી ભવને વિભીષણે પ્રેમે મણિવસ્ત્રે વિમાનને કેમે,
ભરી રામની આગળ રાખ્યું; કૃપાસિંધુએ હસતાં ભાખ્યું.
 
ચઢી પુષ્પકે પહોંચીને નભમાં મણિવસ્ત્રને વરસાવો ક્ષણમાં;
કર્યું શીઘ્ર વિભીષણે એવું લીધું જેણે જેવું ફાવે તેવું
 
(દોહરો)
મણિને મુખમાં નાખતાં કપિ નાખી દેતા,
ખાદ્યપદાર્થ નથી લહી ક્ષણિક હસી લેતા.
 
મુનિ ધ્યાને પામે નહીં, નેતિ કહે છે વેદ,
કૃપાસિંધુ કપિસહ કરે લીલા ભૂલી ભેદ.
 
યોગ યજ્ઞ તપ દાન ને વ્રત તથા વિવિધ નેમ,
રામકૃપા અર્પે નહીં અર્પે પવિત્ર પ્રેમ.