श्रीराम मार्ग में दंडकारण्य और चित्रकूट रुके
तुरत बिमान तहाँ चलि आवा । दंडक बन जहँ परम सुहावा ॥
कुंभजादि मुनिनायक नाना । गए रामु सब कें अस्थाना ॥१॥
सकल रिषिन्ह सन पाइ असीसा । चित्रकूट आए जगदीसा ॥
तहँ करि मुनिन्ह केर संतोषा । चला बिमानु तहाँ ते चोखा ॥२॥
बहुरि राम जानकिहि देखाई । जमुना कलि मल हरनि सुहाई ॥
पुनि देखी सुरसरी पुनीता । राम कहा प्रनाम करु सीता ॥३॥
तीरथपति पुनि देखु प्रयागा । निरखत जन्म कोटि अघ भागा ॥
देखु परम पावनि पुनि बेनी । हरनि सोक हरि लोक निसेनी ॥४॥
पुनि देखु अवधपुरी अति पावनि । त्रिबिध ताप भव रोग नसावनि ॥५॥
(दोहा)
सीता सहित अवध कहुँ कीन्ह कृपाल प्रनाम ।
सजल नयन तन पुलकित पुनि पुनि हरषित राम ॥ १२०(क) ॥
पुनि प्रभु आइ त्रिबेनीं हरषित मज्जनु कीन्ह ।
कपिन्ह सहित बिप्रन्ह कहुँ दान बिबिध बिधि दीन्ह ॥ १२०(ख) ॥
MP3 Audio
શ્રીરામ માર્ગમાં દંડકારણ્ય અને ચિત્રકૂટ થોભે છે
(દોહરો)
દંડક વનમાં એ પછી આવ્યું દિવ્ય વિમાન,
અગસ્ત્ય જેવા મુનિવરે સરસ કર્યાં ત્યાં સ્થાન.
આશિષ પામી એમની ચિત્રકૂટ પહોંચ્યાં;
મુનિઓને તૃપ્તિ ધરી યમુનાને જોયાં.
કલિમલ હરનારી નદી યમુના-ગંગા આ,
સીતા, પરમ પવિત્ર છે ઘટે નમન કરવાં.
પ્રયાગ તીરથરાજ આ દર્શનથી જેના,
કોટિ જન્મ કિલ્મિષ ટળે પુનિત ત્રિવેણી આ,
શોક હરે હરિધામની સીડી સમી કહી;
અયોધ્યાપુરીને જુઓ સુંદર શ્રેષ્ઠ અહીં.
ત્રિવિધ તાપ ભવરોગનો કરતી સદા વિનાશ,
સીતા ને રામે કર્યા પ્રણામ એને ખાસ.

