श्रीराम ने हनुमानजी को अयोध्या समाचार देने के लिए भेजा
प्रभु हनुमंतहि कहा बुझाई । धरि बटु रूप अवधपुर जाई ॥
भरतहि कुसल हमारि सुनाएहु । समाचार लै तुम्ह चलि आएहु ॥१॥
तुरत पवनसुत गवनत भयउ । तब प्रभु भरद्वाज पहिं गयऊ ॥
नाना बिधि मुनि पूजा कीन्ही । अस्तुती करि पुनि आसिष दीन्ही ॥२॥
मुनि पद बंदि जुगल कर जोरी । चढ़ि बिमान प्रभु चले बहोरी ॥
इहाँ निषाद सुना प्रभु आए । नाव नाव कहँ लोग बोलाए ॥३॥
सुरसरि नाघि जान तब आयो । उतरेउ तट प्रभु आयसु पायो ॥
तब सीताँ पूजी सुरसरी । बहु प्रकार पुनि चरनन्हि परी ॥४॥
दीन्हि असीस हरषि मन गंगा । सुंदरि तव अहिवात अभंगा ॥
सुनत गुहा धायउ प्रेमाकुल । आयउ निकट परम सुख संकुल ॥५॥
प्रभुहि सहित बिलोकि बैदेही । परेउ अवनि तन सुधि नहिं तेही ॥
प्रीति परम बिलोकि रघुराई । हरषि उठाइ लियो उर लाई ॥६॥
(छंद)
लियो हृदयँ लाइ कृपा निधान सुजान रायँ रमापती ।
बैठारि परम समीप बूझी कुसल सो कर बीनती ।
अब कुसल पद पंकज बिलोकि बिरंचि संकर सेब्य जे ।
सुख धाम पूरनकाम राम नमामि राम नमामि ते ॥
सब भाँति अधम निषाद सो हरि भरत ज्यों उर लाइयो ।
मतिमंद तुलसीदास सो प्रभु मोह बस बिसराइयो ॥
यह रावनारि चरित्र पावन राम पद रतिप्रद सदा ।
कामादिहर बिग्यानकर सुर सिद्ध मुनि गावहिं मुदा ॥
(दोहा)
समर बिजय रघुबीर के चरित जे सुनहिं सुजान ।
बिजय बिबेक बिभूति नित तिन्हहि देहिं भगवान ॥ १२१(क) ॥
यह कलिकाल मलायतन मन करि देखु बिचार ।
श्रीरघुनाथ नाम तजि नाहिन आन अधार ॥ १२१(ख) ॥
। इति श्रीमद्रामचरितमानसे सकलकलिकलुषविध्वंसने षष्ठः सोपानः समाप्तः ।
॥ लंकाकाण्ड समाप्त ॥
MP3 Audio
શ્રીરામ હનુમાનજીને અયોધ્યા સમાચાર આપવા મોકલે છે
(દોહરો)
સજલનેત્ર પુલકિત વળી હર્ષિત પ્રભુએ એ,
સ્નાન ત્રિવેણીમાં કર્યું પુન: પધારીને.
બ્રાહ્મણને કપિ સાથ બહુ દાન વળી દીધાં,
સમજાવી હનુમંતને વચન મધુર કીધાં.
બની બ્રહ્મચારી તમે અવધમહીં જાઓ,
ભરતને કહી કુશળતા સમાચાર લાવો.
*
કર્યુ કપિવરે તરત પ્રયાણ; પ્રભુએ પણ કરતાં પ્રસ્થાન,
ભરદ્વાજની પાસ જઈ લહ્યા શુભાશિષ પૂજી સ્તવી.
મુનિપદ કરતાં પ્રેમે પ્રણામ ચાલ્યા રઘુવર ચઢી વિમાન;
પ્રભુ આવ્યા એ સુણી નિષાદ વદ્યો લાવવા માટે નાવ.
સુરસરીથકી આવ્યું વિમાન, ઊતર્યુ તટ પર રાખી માન;
પૂજન સુરસરીતણું કરી સીતા સાદર પદે ઢળી.
અર્પી રહી શુભાશિષ ગંગ સૌભાગ્ય રહો સદા અભંગ;
દોડયો આતુર બની નિષાદ, પામ્યો પ્રભુનો પ્રેમપ્રસાદ.
પેખી પ્રભુને સીતા સાથ પડયો ધરા પર ભૂલી જાત;
ઊઠાડયો પેખીને પ્રેમ કરી રઘુવરે સત્વર રે’મ.
એને લગાવીને ઉરે કરુણાર્દ્ર લક્ષ્મીકાન્ત એ,
પૂછી કુશળ પ્રેમે રહ્યા બેસાડતાં પાસે ખરે;
એણે કહ્યું વિધિશંભુસેવિત વિલોકી પદપદ્મને,
છું કુશળ હું, સુખધામ પૂરણકામ વંદન રામ હે !
(છંદ)
હરિ હીન અધમ નિષાદને ભેટી ભરત પેઠે રહ્યા,
મતિમંદ તુલસીદાસ પ્રભુને મોહવશ વિસરી ગયા;
આ રાવણારિચરિત્ર પાવન રામપદ રતિપ્રદ ખરે,
કામાદિહર વિજ્ઞાનકર સુરસિદ્ધમુનિ ગાયા કરે.
(દોહરો)
રઘુવરસમર વિજયચરિત જે પણ સુણે સુજાન,
વિજય વિવેક વિભૂતિ દે તેને નિત ભગવાન.
મલાયતન કલિકાળ આ, લે મન કરી વિચાર,
શ્રીરઘુનાથ નામવિણ નથી અન્ય આધાર.

