Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મુખડાની માયા લાગી રે - દિપાલી સોમૈયા

MP3 Audio

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે ... મોહન પ્યારા

સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે ... મોહન પ્યારા

સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું;
તેવા ઘેર શીદ જઈએ રે;, ... મોહન પ્યારા

પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો
રાંડવાનો ના'વે વારો રે; ... મોહન પ્યારા

મીરાંબાઇ બલિહારિ, આશા મને એક તારી,
હવે હું તો બડભાગી રે ... મોહન પ્યારા

- મીરાંબાઈ

Comments

Search Reset
1
Rafique Shaikh
16 years ago
Two more verses in this poem that I remember learning in school.

Sansarinu sukh kachun
Paranine randawun pachhun
anay gher sheedne jaie ray ;mohan pyara!

Paranu to pritama pyaaro
Akhand Saubhagya maro
Raandawano bhaya talyo re; mohan pyara!
Like Like Quote

Add comment

Submit