Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નહિ રે વિસારું હરિ

MP3 Audio

નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ.

જલ જમુનાનાં પાણી રે જાતાં
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી ... અતંરમાંથી

આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી;
પીળાં પિતાંબર જરકશી જામા,
કેસર આડ કરી ... અંતરમાંથી

મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી;
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલ વરને વરી ... અંતરમાંથી

 - મીરાંબાઈ

Comments

Search Reset
1
S.K.Patil
15 years ago
ખુબ જ સરસ કવિતા છે, મારું વિદ્યાર્થીજીવન યાદ આવી ગયું. મારી અતિ પ્રિય કવિતા છે. મને આવી કવિતાઓ કે અન્ય માહિતી અવશ્ય મારા મેઈલ પર મોકલશો.
Like Like Quote
0
Jagdish Satasiya
15 years ago
Great collection!! Thanks for providing our religious culture.
Like Like Quote
0
Atul Patel
15 years ago
Great work... I really appreciate bringing the amrit of her language out on internet. God bless you.
Like Like Quote
0
bvsbrahm
16 years ago
i want bhajan text copy
Like Like Quote

Add comment

Submit