અખિલ બ્રહ્માંડમાં એક તું
અખિલ બ્રહ્માંડમાં એક તું - બે અલગ સ્વરમાં
MP3 Audio
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે ... અખિલ બ્રહ્માંડમાં.
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા !
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે ... અખિલ બ્રહ્માંડમાં.
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે ... અખિલ બ્રહ્માંડમાં.
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સૂઝે ... અખિલ બ્રહ્માંડમાં.
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે ... અખિલ બ્રહ્માંડમાં.
- નરસિંહ મહેતા
Comments
i am very impressed with Narsi Mehta's bhakti, completely depended on Shree Krishna, He knew nothing but devotion,when i watched Kuvarbai nu mameru and listen their bhajans, I am inspired to worship
great saint-poet Narsi Mehta! I am not sure whether his house and temples he visited have been preserved or not! Narsi Mehta was a Avatari Purush, therefore he could perform many miracles! His nirvaan was in Mangrol मांगरोळ and the place is known as नरसिनु शमशान but it is not preserved properly! He merged in Lord Krishna never to be born again!!!
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સૂઝે ... અખિલ બ્રહ્માંડમાં
As a Gujubhai, I have very much proud that we also having a SIDDHA PURUSH besides we r merchant.
નરસિંહે જે નામનો વેપાર કર્યો તે અદભુત, અનન્ય અને અનંત છે. લાખ લાખ પ્રણામ નરસિંહ મહેતાને.