Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા - બે અલગ સ્વરમાં
MP3 Audio

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ધ્યાવું રે,
તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી,
મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે ... પ્રાણ થકી

અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો,
દુર્વાસાએ માનભંગ કીધો રે,
મેં મારું અભિમાન તજીને,
દશ વાર અવતાર લીધો રે ... પ્રાણ થકી

ગજને માટે હું ગરુ઼ડે ચઢી પળિયો,
મારા સેવકની સુધ લેવા રે,
ઊંચ-નીચ હું કાંઈ નવ જાણું,
મને ભજે તે મુજ જેવા રે ... પ્રાણ થકી

લક્ષ્મીજી અર્ધાંગના મારી,
તે મારા સંતની દાસી રે,
અડસઠ તીરથ મારા સંતને ચરણે,
કોટિ ગંગા, કોટિ કાશી રે ... પ્રાણ થકી

સંત ચાલે ત્યાં હું આગળ ચાલું,
સંત સૂએ તો હું જાગું રે,
જે મારા સંતની નિંદા કરે,
તેને કુળ સહિત હું ભાંગુ રે ... પ્રાણ થકી

મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,
એક વાર વૈષ્ણવ મુજને બાંધે,
તે બંધન નવ તૂટે રે ... પ્રાણ થકી

બેઠો ગાવે ત્યાં હું ઉભો સાંભળું,
ઉભા ગાવે ત્યાં હું નાચું રે,
વૈષ્ણવ જનથી ક્ષણ નહીં અળગો,
ભણે નરસૈયા સાચું રે ... પ્રાણ થકી

 - નરસિંહ મહેતા

Comments

Search Reset
0
પરમાર કરશનભાઇ
7 months ago
સરસ ગાયું. રાગ બહુ સરસ લાગ્યો
જય સ્વામિનારાયણ
Like Like Quote
0
Hardik Prajapati
13 years ago
hello Sir,
I have confusion between MeeraBai and Narsinh Mehta. Could you please let me know, who came first, Narsinh Mehta or Meerabai??

[According to Historians, Narsinh Mehta lived between 1414-1481 and Meera Bai between 1498-1547.]
Like Like Quote

Add comment

Submit