if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જે ગમે જગત

MP3 Audio

જે ગમે જગત ગુરૂદેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો ... જે ગમે.

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો'ક જાણે ... જે ગમે.

નીપજે નરથી તો કોઈ નવ રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે ... જે ગમે.

ઋતુ-લતા પત્ર-ફળ-ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે ... જે ગમે.

ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે ... જે ગમે.

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ- પ્રતિ જન્મ હરિને જ જાચું ... જે ગમે.

 - નરસિંહ મહેતા

Comments

Search Reset
1
Vinod Joshi
12 years ago
Ati Priya Bhajan
Like Like Quote
2
Arvind
12 years ago
આ ભજન મને બહુ ગમે છે.
Like Like Quote
1
Dinesh Patel
14 years ago
We are in habit of early waking up in the morning and hear Gujarati Bhajans on FM radio.The Bhajans of Narsih Mehta are also part of it. This web page has helped me now to understand the real words in the Bhajans and has given the real meaning of Karma and Life.
Like Like Quote
2
Dr.D.M.Dave
15 years ago
Ever since evolution of earth and universe mankind is the only race which experiences problem after problem and we(man kind)find ourselves hopelessly lost. Our ego prevents us to blame our own self. We (Indians) are lucky to have religious and enlighened poets most of whom come from lower, very poor strata of society. We should be grateful to Narshi Mehta and like to give us guidelines in stark darkness.
Like Like Quote

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.