Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સુખદુઃખ મનમાં ન આણીયે - ચાર અલગ સ્વરમાં
MP3 Audio

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં ... સુખદુઃખ

નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી ... સુખદુઃખ

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી ... સુખદુઃખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી ... સુખદુઃખ

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લૂંટાણી ... સુખદુઃખ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નીચ ઘેર પાણી ... સુખદુઃખ

શિવજી સરખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી ... સુખદુઃખ

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે ... સુખદુઃખ

સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી ... સુખદુઃખ

 - નરસિંહ મહેતા

Comments

Search Reset
1
S Mehta
6 years ago
Thanks for uploading these illuminating songs.
Like Like Quote
1
Mahendra Shukla
6 years ago
We feel so blessed to have such important and invaluable spiritual literature is made so easily available to spiritual seekers.
We cannot adequately express our deep sense of gratitude to Pujya Yogeshwerji, for this great gift to all of us.
Like Like Quote
1
Sandip Solanki
6 years ago
જેને શોધવા મુશ્કેલ પડે એવા કીર્તનો આપે અહીંયા રાગ ઢાળ સાથે ખુબ સુંદર રીતે રજૂ કર્યાં છે. તમારો આભાર માનીએ એટલો ઓછો છે..
Like Like Quote
0
Narimanji
8 years ago
સુંદર .....અતિ સુંદર.
Like Like Quote
5
Atul Patel
16 years ago
Beautiful.
Like Like Quote

Add comment

Submit