Text Size

જળકમળ છાંડી જાને બાળા

જળકમળ છાંડી જાને બાળા - ચાર અલગ સ્વરમાં

MP3 Audio

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે … જળકમળ

કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? … જળકમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારિયો … જળકમળ

રંગે રૂડો, રૂપે પુરો, દીસંતો કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો … જળકમળ

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો … જળકમળ

શું કરું નાગણ હાર તારો ? શું કરું તારો દોરિયો ?
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ? …જળકમળ

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવિયો … જળકમળ

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુ:ખ આપશે,
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ

બેઉ કર જોડી વિનવે, સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ

થાળ ભરીને નાગણ સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો … જળકમળ

 - નરસિંહ મહેતા

Comments  

0 #17 Dharmesh patel Aus 2020-02-05 10:54
Its very nice that we have great saint like Narsi Mehta in our Gujarati society. This bhajan is prayers of nagpatnis which is explained in Srimad Bhagvatam. Visit any ISKCON Centre to know more about it.
Hare Krishna
+1 #16 Jyoti Trivedi 2017-08-02 17:58
અદભુત, મજા આવી ગઈ ! મીરાં અને નરસિંહ મેહતાના દુર્લભ ભજનો - સાચે જ ખુબ આનન્દ થયો. તમારો ખુબ ખુબ આભાર ! ગુજરાતી ભજનોનો આવો સુન્દર સંગ્રહ મળવો દુર્લભ છે
+1 #15 Ashish Contractor 2017-01-31 22:10
super marvo...indeed i am too small for writing something about narsih mehta and bhajan prabhatia etc....but too much useful to all....jai shree krishna...
+1 #14 Amit Tripathi 2016-04-12 13:05
I'm very glad for it's very good website. Thanks for giving wonderful bhanjan. Thanks for upload this bhajan. I searched so many times but today i listen this bhajan. God bless all people working for this website.
+1 #13 Darshan Panchal 2016-03-31 02:07
મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી.
+2 #12 Bhikhu Patel 2016-01-21 11:18
Wow!!!! Great!!
My hearty thanks, humble pranam and congratulation to the creator and swargarohan organisation. It's great presentation to the society. My pranam again.
+1 #11 Praveen Kumar Parmar 2015-12-28 19:05
Just Beautiful......
+1 #10 Mahendra Vamja, Morbi 2015-11-20 10:45
નરસૈયાના પદમાં કોમેન્ટ આપવાની મારી શી લાયકાત ? .. કોમેન્ટ તો મહાત્મા ગાંધીએ આપી હતી .. વિશ્વમાં ગુંજી ઉઠ્યું "વૈષ્ણવજન તો તેને રે કહિયે જે પીડ પરાઈ જાણે રે"
+1 #9 Pradip Brahmbhatt 2015-04-24 00:56
I love these poems by our Narshi Mehta! Even after 600 years, his work is being appreciated. Painful thing is that all these people who admire poems and make themselves sounds like they are very religious people, (not necessarily those who wrote comments here but just in general), but when there was riots going on between Hindu/Muslims, their ugly side comes out. They don’t think twice of killing little child or even unborn child. If “Khoon ka badla khoon” was the way to do, Narsi Mehta would have fought with his Bhabhi and society when they were against him and said things that hurt him.
+6 #8 Siddharth 2013-07-17 18:31
તમારો ખુબ ખુબ આભાર. આટલું મોટું ગુજરાતીમા સંગ્રહ મેં બીજી કોઈ વેબસાઈટ પર જોયું નથી. Carry on.

Today's Quote

When the pupil is ready, the teacher will appear.
- Unknown

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok