Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રામસભામાં અમે રમવાને ગ્યાંતા

MP3 Audio

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે,
ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યાપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં

રસ બસ એકરૂપ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે,
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે,
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી
દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

 - નરસિંહ મહેતા

Comments

Search Reset
0
Umakant Vyas
17 years ago
There is a small Jodani Mistake in the 3rd line of the 2nd paragraph it should be like :
ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો but not like રોમે રામે વ્યાપ્યો.
Hoping to be excused for any over comment from my end.
Jai Krupalu Maa. Sachchidanand Sad Guru Dev Ki Jay.

[mistake corrected. Thanks for bringing it to our notice - admin]
Like Like Quote

Add comment

Submit