Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હળવે હળવે હળવે હરિજી

MP3 Audio

હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,

ભાંગી ભાંગી ભાંગી મારા ભવની ભાવટ ભાંગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો, મહેતા નરસૈંયાનો સ્વામી રે.

 - નરસિંહ મહેતા

Comments

Search Reset
6
Pushpa R. Rathod
16 years ago
ધીરે ધીરે પણ તમે જરૂર આવ્યા, મારું મન તો હરી લીધું તેથી હું બધું જ ભુલીને ફુલી ન સમાય, મને તે સજાગ કરી ભવની ભીડ ભાંગી. પ્રભુ તમોને કોટિ કોટિ વંદન પુરા વિશ્વ તરફથી.
Like Like Quote

Add comment

Submit