Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમરસ પાને, તું મોરના પિચ્છધર !
તત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે.

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો,
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.

મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને વશ થઈ વ્રજ તણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી.

પ્રીતની રીત તો પરમ વલ્લભ સદા,
હેતના જીવ તે હેતે તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ તે દ્વાર છૂટે.

મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો સપને ન આવે.

 - નરસિંહ મહેતા

Comments

Search Reset
1
Hasu Gajjar
8 years ago
Any chance of explanation. It is simple yet so deep. Could someone take us for a swim, please?
Like Like Quote

Add comment

Submit