Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઊંચી મેડી તે મારા સંતની રે - ત્રણ અલગ સ્વરમાં
MP3 Audio

ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે.

અમને તે તેડાં શીદ મોક્લ્યાં,
કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી,
મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં,
અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં,
તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી તુંબરા,
નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા,
પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

 - નરસિંહ મહેતા

Comments

Search Reset
1
Ankita Makwana
7 years ago
Jai shree krishna.
Like Like Quote
2
Hardik Acharya
9 years ago
Thanks a lot Rajubhai Yatri.
Like Like Quote
4
Mayur Vaishnav
10 years ago
Excellent website.Jordar collection,Abhinandan Sahit sub Ashish.
Like Like Quote
3
K. G. Patel
10 years ago
Really, it is awesome bhajan in Gujarati language. I am from canton, MI USA.
Like Like Quote
3
Raju Yatri
10 years ago
હાર્દિકભાઈ, મા'લી - એટલે કે "મ્હાલી" - "ભોગવી" - અહીં, એનો અર્થ "જાણી ના શક્યા" એવો પણ થઇ શકે. હરિ ઓમ!
Like Like Quote
3
Hardik
10 years ago
What is the meaning of
મેં તો મા’લી ન જાણી રામ ?
Like Like Quote
5
Pradip Patel
11 years ago
Really excellent. Unlimited words for this website. Really wonderful.
- Pradip Patel from Michigan, USA
Like Like Quote
4
Ramabhai
11 years ago
તમો તો પ્રભુનો અવતાર છો..
Like Like Quote
12
B. Patel
14 years ago
Excellent song in Gujarati.
Like Like Quote
4
Mehul Desai
15 years ago
ધન્ય છે તમોને.
Like Like Quote
4
Yasin Patel
15 years ago
Thanks To Website
Like Like Quote

Add comment

Submit