Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધ્યાન ધર ધ્યાન ધર

MP3 Audio

ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે,
અંતર ભાળની એક સુરતિ;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે,
અજબ અનુપમ અધર મૂરતિ ... ધ્યાન ધર

મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,
ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;
કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે,
નીરખતી નૌતમ સંગ સહેલી ... ધ્યાન ધર

મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,
ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી,
ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે ... ધ્યાન ધર

સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,
દરસશે દેહીથી ભજન કરતાં;
નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે
કાપશે દુક્રિત ધ્યાન ધરતાં ... ધ્યાન ધર.

 - નરસિંહ મહેતા

Comments

Search Reset
3
Pushpa R. Rathod
16 years ago
ધ્યાન ધર બસ ધ્યાનથી બધું જ તારા અંતરને ઘણું બધું સમજાય છે. ધ્યાન ધરો તો જાણો.
Thanks....
Like Like Quote

Add comment

Submit