ગિરી તળેટી ને કુંડ દામોદર

ગિરિતળેટી ને કુંડ દામોદર

MP3 Audio

ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ
ઢેઢ વરણમાં દ્રઢ હરીભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય... ગિરિ

કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ
મહાપુરુષ અમ અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન... ગિરિ

પ્રેમ પદારથ અમો પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ
કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ... ગિરિ

પક્ષાપક્ષી ત્યાં નહિં પરમેશ્વર, સમદ્રષ્ટિ ને સર્વ સમાનઃ
ગૌમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો, એવું વૈષ્ણવને આપ્યું વરદાન... ગિરિ

મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ;
ભોર થયા લગી ભજન કીધુ, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ... ગિરિ

ધેર પધાર્યા હરિજશ ગાતાં, વાજતાં તાલ ને શંખ-મૃદંગ
હસી હસી નાગરો તાળીયો લે છે, આ શા રે બ્રાહ્મણના ઢંગ?... ગિરિ

મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા, અધવધરાને શું ઉત્તર દેઉ ?
જાગ્યા લોક નરનારી પુછે, મહેતાજી તમે એવા શું ?... ગિરિ

નાત ન જાણો ને જાત ન જાણો, ના જાણો કંઈ વિવેકવિચાર;
કર જોડી કહે નરસૈયો, વૈષ્ણવ તણો મને છે આધાર ... ગિરિ

- નરસિંહ મહેતા

Comments  

0 #4 Jayesh Makwana 2021-04-18 21:27
ખૂબ ખૂબ આભાર.
નરસિંહ મહેતા ના જાતિ પ્રત્યેના વિચારો આ સરસ મજાના ભજન થી મળ્યા. ખૂબ ખૂબ આભાર
+2 #3 Harshit Vasavada 2017-03-01 08:16
Your effort is highly appreciated, Thank you so much for providing valuable information to us.
+3 #2 Dharmin Sutariya 2015-08-15 16:34
very very good ... i must like that.
+4 #1 D D Purohit 2012-04-30 21:27
Very good bhajan..from Sri Narsinh Mehta.

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.