Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માલણ લાવે મોગરો

MP3 Audio

માલણ લાવે મોગરો રે,
કાચી કળીનો હાર;
આવતાં ભીંજે ચૂંદડી,
રણ મેઘ ન પડે ધાર.

રૂપલા કેરી ઊંઢાલણી રે,
સોના કેરી થાળ;
પીરસે પદ્મિની પાતળી રે,
તમે આરોગો નંદલાલ.

ચંદ્ર વિના શી ચાંદની રે,
દીવડા વિના શી રાત;
હરજી વિના શી ગોઠડી,
મારે જવું શામળિયા સાથ.

પાંચસાત ગોપીઓ ટોળે મળી રે,
ઊભી ચાંપલિયા હેઠ;
છેલ કાનુડો આવશે,
પેલી પાતલડીને ઘેર.

આંબુડો વાવે મલગુગડો,
જાંબુડો લહરે રે જાય;
ભલે મળ્યો મહેતા નરસૈંનો સ્વામી
મારી હૃદયા ટાઢી થાય.

- નરસિંહ મહેતા

Comments

Search Reset
1
Upendra M. Varma
12 years ago
Very good written by Pujya Shri Narshih Mehtaji.
Like Like Quote

Add comment

Submit