Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હા રે વ્હાલા દ્વારિકાના વાસી

MP3 Audio

હાં રે વ્હાલા દ્વારિકાના વાસી વ્હેલાં આવજો, તમો રાણી રુકિમણિ કેરા કંથ;
દુષ્ટ દુર્યોધન રે પાપી લાગ્યો પીડવા, ચૌદિશ નિહાળું તારો પંથ ... ટેક

સોડ વાળીને રે શું સુતો શ્યામળા, આળસ તજીને ઊઠો આજ;
લક્ષ્મીજી તલાશે રે પ્રભુ તારા પાવમાં, વ્હાલા તમો મહેર કરો મહારાજ ... ૧

ગ્રાહ મુખમાંથી રે ગજને મુકાવ્યો, કીધી એમ સુધન્વાની સહાય;
નૃસિંહ રૂપે રે હિરણાકંસ માર્યો, વ્હાલે ઉગાર્યો ભક્ત પ્રહ્લાદ ... ૨

છપ્પન કોટી રે યાદવ તારા રે, સંગે બલિભદ્ર સરખા ભ્રાત;
કાલિનાગ નાથ્યો ને જરાસંધ જીત્યો, તે બળ ક્યાં ગયું મહારાજ ... ૩

ધ્રુવને પ્રહ્લાદે રે ગર્ભમાં તપ કીધાં, તેને વ્હાલે આપ્યાં અવિચલ રાજ;
સાત વર્ષમાં રે હરિએ ગોવર્ધન કર ધર્યો, પૂર્યા વ્રજવનિતાના લાડ ... ૪

વસમી વેળાએ રે વ્હારે ચઢજો વિઠ્ઠલા, ધાજો તમે છત્રપતિ મહારાજ;
અસવારી કરજો રે વ્હાલા મારા ગરૂડની, નરસૈંયો વિનવે વારંવાર ... ૫

- નરસિંહ મહેતા

Comments

Search Reset
0
Kanubhai Patel
9 years ago
ભજન સાંભળવા ખુબ ગમ્યા. આત્માને અસર કરનારા પણ ડાઉનલોડ થતા નથી કે મને આવડતું નથી. જો ડાઉનલોડ થતા હોય તો જણાવશો.
Like Like like1Quote

Add comment

Submit