આજ વૃંદાવન આનંદસાગર

આજ વૃંદાવન આનંદસાગર,
શામળિયો રંગે રાસ રમે;
નટવર-વેશે વેણ વજાડે,
ગોપી મન ગોપાળ ગમે.

એક એક ગોપી સાથે માધવ,
કર ગ્રહી મંડળ માંહે ભમે;
તા થૈ તા થૈ તાન મિલાવે,
રાગ-રાગણી માંહે ઘૂમે.

સોળ કલાનો શશિયર શિર પર,
ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે;
ધીર સમીરે જમુનાતીરે
તનના તાપ ત્રિવિધ શમે.

હરખ્યા સુરનર દેવ મુનિજન
પુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;
ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી,
એને કાજે જે દેહ દમે.

- નરસિંહ મહેતા

Comments  

+1 #5 Sagar Vavadiya 2020-03-18 09:00
Thanks for making this project and trying to sustain our cultural content.
+2 #4 Manish Raval 2013-01-28 21:40
તમારા કીર્તનોનું કલેક્શન કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનાં સુપ્રસિદ્ધ કથાકારો જેમની કથામાં વપરાતા કીર્તનોનું એક પુસ્કત તૈયાર થાય છે તેમાં અમને તમારી આ વેબસાઇટ ખૂબ જ કાર્યરત રહી છે.
+3 #3 Piyush Agrawal 2012-07-14 22:29
Thanks for making this project.
+4 #2 Harsh 2011-06-16 15:09
Thanks for help in project.
+7 #1 Nirav Shah 2009-07-04 08:30
Awesome.. aanand saagar.. everybody should take advantage of this aanand saagar.. And make life aanandmay.. Jai shree Krishna

Today's Quote

Faith is the bird that feels the light and sings when the dawn is still dark.
- Rabindranath Tagor
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.