Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નાનું દિલ, પણ છે દરિયા જેવું. એનામાં ઊંડાણ ઘણું છે, અને છે પણ અત્યંત વિશાળ. ભાવની ભરતી એની અંદર આવ્યા કરે છે, અહોનિશ આવ્યા કરે છે; ને શાંત છતાં સુમધુર, સનાતન, સુખદાયક સંગીતસ્વરમાં, પોતાના પ્રાણને એ ઠાલવ્યા કરે છે.

ઉપર ઉપરથી નજર નાખનારને એમાં સલિલ સિવાય બીજું કાંઈ જ નહિ દેખાય. પણ એની અંદર ન જાણે કેટકેટલાં મોતી ભર્યાં છે; પ્રેરણાના અમર અમૃતદાને એણે ન જાણે કેટલાને જીવન ધર્યાં છે !

નાનું દિલ, પણ છે દરિયા જેવું : અસીમ, અમાપ, અગાધ, દૈવી દરિયા જેવું.

- શ્રી યોગેશ્વરજી

* * *

दिल छोटा है लेकिन है दरिया-जैसा । इसकी गहराई बहुत है और है भी अत्यंत विशाल । भावों का ज्वार इसमें उठा करता है, अहर्निश उठा करता है; और शान्त किन्तु समधुर, सनातन सुखदायक संगीत-स्वर में वह अपने प्राण को अभिव्यक्त करता रहता है ।

उपर-उपर से देखनेवालों को इसमें सलिल के सिवा अन्य कुछ भी नहीं दीखता । किन्तु इसके अंदर न जाने कितने मोती भरे पडे है । प्रेरणा के अमर अमृतदान से न जाने इसने कितनों को जीवन प्रदान किया है ।

दिल छोटा है लेकिन है दरिया-जैसा । असीम, अमाप, अगाध – दैवी दरिया-जैसा ।