અનેક રૂપ ને રંગથી સંપન્ન, માધુર્યથી મંડિત, આ સંસારનું નિરીક્ષણ કરીને વિદ્વાનો પણ વિમાસણમાં પડે છે. એને કોની સાથે સરખાવવો એની સમજ સાક્ષરોને પણ નથી પડતી. પંડિતો પણ પોતાની પ્રખર પ્રજ્ઞાથી એનો પાર નથી પામી શકતા.
એવા જ એક પ્રખર છતાં પરિમિત પ્રજ્ઞાવાળા પંડિત પુરુષે મારી મુલાકાત માગીને, મને સંસારના સ્વરૂપ સંબંધી સવાલ પૂછ્યો; તો મેં તેમને નમ્રતાપૂર્વક પ્રત્યુત્તર આપ્યો : પંડિત પ્રવર, હું કોઈ પંડિત કે સાક્ષર નથી, પંરતુ કવિ છું. ને કવિતાની શૈલીમાં જ એનો ઉત્તર આપું છું. પંડિતના પાંડિત્યને બદલે કવિની કોમળ કલ્પના લઈને, કવિના રસમય હૃદયથી સંસારને સમજો, તો તેનું સ્વરૂપ કંઈક અંશે પણ સમજી શકાશે.
સંસાર એક સંગીતના સુંદર સમારોહ સરખો છે. એમાં વિવિધ વાજિંત્રો ને અનેક પ્રકારના તાલ તેમજ સ્વરનાં વાદ્યો છે. સઘળાં પોતપોતાના પ્રાકૃતિક, સ્વાભાવિક સંગીતસ્વર છોડ્યા કરે છે. અથવા તો એમ પણ કહી શકો કે સંસાર બહુરૂપી ને વિવિધરંગી ફૂલના વિશાળ વન જેવો છે. જુદી જુદી ડાળી પર પ્રકટેલાં પુષ્પો એક જ માળીની માવજતથી મોટાં થયાં છે, મહેંકવાળાં બન્યાં છે, ને બહારથી ભિન્ન ભાસવા છતાં, એક જ કામ કરી રહ્યાં છે.
કોઈક વાર એમ થાય છે કે આ એક મહામેળો છે. અનંતકાળથી આરંભાયેલો આ મહામેળો હજુ પૂરો નથી થયો, અને અનિશ્ચિત કાળ લગી ચાલુ રહેવા સર્જાયો હોય એમ લાગ્યા કરે છે. વ્યોમની પેઠે આ વિશાળ સંસારમાં અનેકાઅનેક નક્ષત્રો ને ગ્રહો, વીજળી ને વાદળ, તથા સૂર્ય ને ચંદ્રનો સંસાર થઈ રહ્યો છે.
અથવા તો સંસાર જુદી જુદી, નાની મોટી, સરિતાઓના સમુચ્યસમો છે. પોતપોતાના સ્વતંત્ર સંગીતમાં મસ્તી માણતી સઘળી સરિતા સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરો તો, સાગરમાં સમાવા સારુ જ સરી રહી છે. કલેવર જુદાં; પણ અંતર એમનાં એક જ આલાપમાં ઓતપ્રોત બનીને આગેકૂચ કરી રહ્યાં છે.
બાકી તો આની સંપૂર્ણ સરખામણી શાની સાથે ને કેવી રીતે કરી શકાય ? અનેક રૂપ ને રંગથી સંપન્ન, માધુર્યથી મંડિત, આ સંસારનું નિરીક્ષણ કરીને વિદ્વાનો પણ વિમાસણમાં પડે છે. એને કોની સાથે સરખાવવો તેની સમજ સાક્ષરોને પણ નથી પડતી. પંડિતો પણ પોતાની પ્રખર પ્રજ્ઞાથી એનો પાર નથી પામી શકતા. તો હું તો કેવળ કવિ છું. એનો પૂરો પાર કેવી રીતે પામી શકું ?
- શ્રી યોગેશ્વરજી
* * *
विभिन्न रूप-रंग से संपन्न, माधुर्य से मंडित संसार का निरीक्षण करके विद्वान भी विस्मित होते हैं । उसकी किसके साथ तुलना करनी चाहिये, इसकी समझ साक्षरों को भी नहीं । पंडितप्रवर भी अपनी प्रखर प्रज्ञा से उसका पार नहीं पा सकते ।
ऐसे ही एक प्रखर परंतु परिमित प्रज्ञावाले पंडित पुरुष ने मुझसे मिलकर, मुझसे संसार के स्वरूप-संबंधी सवाल पूछा, तो मैंने नम्रतापूर्वक प्रत्युत्तर दिया – पंडितप्रवर ! मैं कोई पंडित अथवा साक्षर नहीं, किन्तु कवि हूँ । और कविता की शैली में ही उत्तर देता हूँ । पंडित के पांडित्य के बजाय कवि की कोमल कल्पना से संयुक्त होकर, कवि के रसज्ञ हृदय से संसार को समझो तो उसका स्वरूप कुछ अंश में समझा जायेगा ।
संसार संगीत के सुंदर सुमधुर समारोह-सरीखा है । उसमें विभिन्न वाद्य और अनेक प्रकार के ताल तथा स्वर के साजों का संगम हुआ है । सभी अपने-अपने स्वाभाविक, सहज संगीत-स्वर छोड़ते रहते हैं । अथवा यह भी कह सकते हो कि संसार बहुरूपी, विविधरंगी फूलों के विशाल उपवन-जैसा है । अलग अलग डाली पर खिले पुष्प एक ही माली की ममता से बड़े हुए हैं, सौरभपूर्ण बने हैं, और बाहर से भिन्नभिन्न दिखने पर भी एक ही काम कर रहे हैं ।
कभी कल्पना होती है कि यह एक महामेला है । अनंतकाल से लगा यह महामेला अभी पूरा नहीं हुआ, और अनिश्चित काल के लिये निर्मित हुआ है – ऐसा लगता है । व्योम के सदृश इस विशाल संसार में अनेकानेक नक्षत्र, ग्रह, बिजली और बादल, सूर्य, चंद्र का संचार हो रहा है ।
ये भी लगता है की संसार पृथक्-पृथक् लघु और महान सरिताओं का समुच्चय जैसा है । अपने-अपने स्वतंत्र संगीत में मस्ती माननेवाली समस्त सरिताएँ सूक्ष्मता से निरीक्षण करने पर, सागर में समाविष्ट होने के लिये ही भागती जा रही है । कलेवर अलग, किन्तु उनके अंतर एक ही आलाप में ओतप्रोत होकर आगे कूच कर रहे हैं ।
उसकी संपूर्ण समता किसके साथ, किस प्रकार कर सकते हैं ? विभिन्न रुप-रंग से संपन्न, माधुर्य से मण्डित संसार का निरीक्षण करके विद्वान भी विस्मित होते हैं । उसकी समता किसके साथ करनी चाहिये, इसकी समझ साक्षरों को भी नहीं । पंडितप्रवर भी अपनी प्रखर प्रज्ञा से उसका पार नहीं पा सकते । मैं तो केवल कवि हूँ । उसका परिपूर्ण पार कैसे पा सकता हूँ ?