if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાઈઓ, આ આનંદમય, અમૃતસભર, અનેરી અવનીમાં આવીને, અમૃતનો આસ્વાદ લેવાને બદલે, શા સારુ વિષની વિકરાળ વરાળને વીંટળાઈ વળો છો  તમે તો પીયૂષના પુત્રો છો, ને પીયૂષને પાવા તથા પીવડાવવા માટે જ તમારો આવિર્ભાવ છે. છતાં પણ, આ આજના અલૌકિક અવસર પર, રસથી રક્ત બનીને ધરતીને રસવંતી કરવાને બદલે, રસનો હાસ શા માટે કરી રહ્યા છો 

તમારા શસ્ત્રોના ઢગલાથી ધરિત્રીનું હૈયું હાલી ઊઠ્યું છે, ને રડી રહ્યું છે. તમારા બોમ્બ ને તમારી વિસ્ફોટક, વિનાશક શસ્ત્રસામગ્રીથી તેનું તેજસ્વી મુખમંડળ જરા મ્લાન થયું છે, ને મન મૂંઝવણમાં પડ્યું છે. તમને પરસ્પર લડી મરતા ને લડવાની તૈયારી કરતા નિહાળીને તેનો પ્રાણ પોકારી ઊઠ્યો છે, ને એનો આનંદપૂર્ણ આત્મા આક્રંદ કરી રહ્યો છે. માતાની મીઠી નજરે એ તમને નિહાળે છે, તથા તમારી માવજત કરે છે. છતાં તમે એક જ માતાનાં સંતાન થઈને, આજે જ્વાલામુખીના મુખને ખોલવાની, ને એના અંતરસ્તલને બાળવાની કોશીશ કરી રહ્યા છો. એ અવલોકીને એનું કાળજુ કપાઈ ગયું છે, એની ઊંઘ ઊડી ગઈ છે, ને એની સૂધબૂધ જતી રહી છે.

ભાઈઓ, આ બધી અરેરાટી ઉપજાવતી તૈયારી શા માટે  ધરતી તમારી સૌની છે, ને તમે તેના છો. છતાં એના જ અંક પર આસીન થઈને, સર્વનાશની આ સનાતન સાધના શા માટે  આ ટીકા ને વેરભાવ, તથા શા માટે આ સર્વ સંહારની આરાધનાનો આરંભ  એક જ મંગલ મહોત્સવમાં મહેમાન થઈને, શા માટે આ અમંગલ ઉજાણી  એક જ ઉત્તમ ઉપવનમાં એકત્રિત થઈને, શા માટે કુવાસની આ કારમી લહાણી 

આવો, અમૃતસરોવરમાં સ્નાન કરીએ, શસ્ત્રો ને બોમ્બને ફોડવાને બદલે સાગરમાં છોડી દઈએ ને માળાનાં પંખીની પેઠે એક અવનીનાં સુખી, દૈવી નિવાસી થઈએ. અનેકને માટે એ રીતે આશીર્વાદરૂપ બની જઈએ  આ આનંદમય, અમૃતસભર, અનેરી અવનીને આનંદમય, અમૃતસભર કરી દઈએ

- શ્રી યોગેશ્વરજી

*  *  *

भाइयो ! इस आनंदमयी अमृतमयी अनोखी अवनि में आकर अमृत का आस्वादन करने के बजाय, विष की विकराल भाँप को किस लिये निकाल रहे हो ? आप तो पीयूष-पुत्र हो; पीयूष को पीने-पिलाने के लिये ही आपका आविर्भाव हुआ है । फिर, आज इस अलौकिक अवसर पर, रस से रिक्त बनकर धरती को रसवंती बनाने की जगह रस का ह्रास किस लिये कर रहे हो ?

आपके शस्त्रों के ढेर से धरित्री का हृदय हिल उठा है और रो रहा है । आपके बम और आपकी विस्फोटक, विनाशक शस्त्र की सामग्री से उसका तेजस्वी मुखमंडल कुछ म्लान हो गया है; मन असमंजस में पडा है । आपको परस्पर लड़ते और लड़ने की तैयारी करते देखकर उसका प्राण चित्कार कर उठा है; उसका आनंदपूर्ण आत्मा क्रंदन कर रहा है । माता सदा ही मीठी नजर से आपको निरखती और आपकी सुरक्षा करती है । पर, आप एक ही माता की संतान होकर भीषण ज्वालामुखी के मुख को खोलने की और उसके अंतःस्तल को जलाने की कोशिश कर रहे हो । यह देखकर उसका हृदय विदीर्ण हो गया है; उसकी निद्रा उड़ गयी और सारी सुध-बुध नष्ट हो गयी है ।

भाइयो ! यह सब करुणातिकरुण तैयारी किस लिये ? धरित्री आप सबकी है, और आप उसके हो । फिर भी उसीके अंक पर आसीन होकर, सर्वनाश की सनातन साधना किस लिये ? किस लिये यह टीका-टिप्पणी और विद्वेष तथा सर्वसंहार की अमंगल आराधना का आरंभ ? एक ही मंगल महोत्सव के महेमान होकर, किस लिये यह अमंगल की आहुति ? एक ही उत्तम उपवन में एकत्रित होकर, कुवास की यह कुत्सित कहानी किस लिये ?

आइये, अमृत सरोवर में स्नान करें, शस्त्रों को समुद्र में फेंक दें । नीड़ के विहंग की तरह एक अवनि के सुखी दैवी निवासी बनें । इस प्रकार अगणित प्राणियों के लिये आशीर्वादरूप बनकर इस आनंदमयी, अमृतमयी, अनोखी अवनि को आनंदमय, अमृत से भरी और अनोखी बना दें !

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.