એવી રીતે સંસારના સમસ્ત સૌન્દર્યનો સમુચ્ચય પણ તમારા સ્વરૂપના સ્વાભાવિક સૌન્દર્ય સાથે સરખાવી શકાય તેમ નથી. મહીમંડળની મધુરતાનો મધપુડો કરીએ તો પણ, તમારા મધુમય મુખમંડળની મધુરતાની બરાબરી કરી શકે તેમ નથી. સૃષ્ટિની સંપૂર્ણ સુવાસનો સંગ્રહ પણ, તમારા શરીરની સર્વોત્તમ સુવાસના એક સહસ્ત્રાંશ સમાન પણ સુવાસ ફેલાવી શકે તેમ નથી. તેમજ તમારા પ્રેમના પરમ પારાવારની પાસે, પાર્થિવ પ્રેમના પાર વિનાના પ્રવાહો પણ પાણી વિનાના થઈ પડે તેમ છે. તમારા સ્નેહના સુધાસભર સરોવરમાં સ્નાનનું સૌભાગ્ય સાંપડ્યું છે એને જ એનો અનુભવ થાય છે; અને એ તો તમારા પર વારી જ જાય છે.
સૃષ્ટિની સુખમય સફરનો આટલો સંદેશો છેલ્લે છેલ્લે હું સંસારને આપતો જઈશ તો પણ, એથી મને સંતોષ થશે. સંસારની સાચી સેવાનો સંતોષ મળશે.
- શ્રી યોગેશ્વરજી
* * *
अग्नि की अनेकानेक, जाज्वल्यमान ज्वालाएँ निर्माण कर दी जाय तो भी, क्या उनसे सूर्य की तुलना हो सकती है ? सैंकडों सरिताओं और स्त्रोतों के सलिल का सुविशाल संग्रह किया जाय तो भी, क्या उसे समुद्र के समान कहा जा सकता है ? अनंत फौव्वारों की रचना की जाय तो भी, क्या उनसे बरसती बरसात की बराबरी हो सकती है ? और असंख्य पत्थरों की पंक्ति बना दी जाय तो भी, क्या उसे पर्वतराज हिमालय की उपमा दी जा सकती है और उसे क्या हिमालय का प्रभाव भी प्राप्त हो सकता है ?
इसी प्रकार संसार के समस्त सौंदर्य के समुच्चय को भी आपके स्वरूप के स्वाभाविक सौंदर्य के साथ तुलना नहीं की जा सकती । महीमंडल की मधुरता का मधु-छत्ता बनाया जाय तो भी, वह आपके मधुमय मुखमंडल की मधुरता की बरोबरी नहीं कर सकेगा । सृष्टि की संपूर्ण सुवास का संग्रह भी, आपके अंग की सर्वोत्तम सर्वविलक्षण सुवास की सहस्त्रांश का भी प्रसार नहीं कर सकेगा । आपके प्रेम के परम पारावार के सामने, पार्थिव प्रेम के अपार प्रवाह भी निरर्थक हो जाते हैं । आपके स्नेह के सुधा-भरपूर सरोवर के स्नान का सौभाग्य जिसे मिला है, उसे ही उसका अनुभव होता है; और वह तो अपने को आपके श्रीचरणों में पूर्ण समर्पण कर देता है ।
सृष्टि की सुखमय सफर का इतना संदेश संसार को देता जाऊँगा तो भी, उससे मुझे संतोष होगा, संसार की सच्ची सेवा का संतोष मिलेगा ।

