એ મુખ મંડળના મધુને માણવાનો મેં પણ મનોરથ કર્યો છે. અને એના મદમાતા મધુને માણ્યું છે પણ ખરું. એના અમીમય આસ્વાદથી મારું અંતર આનંદી ઊઠ્યું છે.
લોકો એનો પાર પામવા પ્રશ્નો પૂછે છે. પરંતુ તેમને કેવી રીતે કહી બતાવું કે એ આસ્વાદના આનંદની અનુભૂતિ તપ કે વ્રતથી નહિ, પરંતુ કેવળ પ્રેમના પ્રતાપથી જ થઈ શકી છે. એના અમૃતરસની ઉપલબ્ધિ કરોડો યત્ને નહિ, કિન્તુ કેવળ કરુણાથી થઈ શકી છે.
- શ્રી યોગેશ્વરજી
* * *
आपके तपःपूत मुखमंडल के मधु को प्राप्त करने के लिये बड़े-बड़े मुनिजन भी मनोरथ करते हैं, और योगी यत्न । उसके अमृत के एक ही बिंदु का आस्वाद लेने के लिये आराधक आराधना करते हैं, तथा तपस्वी तप । आपके तपःपूत मुखमंडल की मोहिनी से मुग्ध बनकर बड़े-बड़े महान मुनिवर भी आपको अपना सर्वस्व समर्पित कर देते हैं ।
उस मुखमंडल के मधु के आस्वाद का मनोरथ मैंने भी किया है । उसके मदोन्मत्त मधु के आस्वाद को पाया भी है । उसके अमीमय आस्वाद से मेरा अंतर आनंदित हो उठा है । उसके रहस्य को हस्तगत करने के लिये प्रश्न पूछते हैं किन्तु उनको किस प्रकार कहूँ कि इस आस्वाद के आनंद की अनुभूति तप अथवा व्रत से नहीं, परंतु प्रेम के प्रताप से ही हो सकी है । उसके अमृतरस की उपलब्धि करोड़ों कोशिशों से नहीं, किन्तु केवल करुणा से हो सकी है ।

