Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શહેરના સુંદર બગીચાના બાંકડા પર તે એકલી બેઠી હતી. બીજી કેટલીક કિશોરી ને યુવતી બગીચામાં આમ તેમ ટહેલતી, લોકોનું આકર્ષણ બનવા માગતી હતી. ત્યારે સમી સાંજે તેને એકલી બેઠેલી જોઈને મને જરા આશ્ચર્ય થયું. શું તે કોઈ વૈરાગિની કે યોગિની હતી?

તેની બાજુ પહોંચીને અત્યંત આદરપૂર્વક મેં પૂછ્યા માંડ્યું: ‘આવા અખૂટ સૌંદર્યથી ભરેલા શરીર સાથે શું તમને આ બગીચામાં ફરવાનું મન નથી થતું શું? શું તમે દુઃખી છો કે કોઈ વિચાર ને ચિંતામાં ડૂબેલાં છો?’

થોડી વાર સુધી મારા તરફ શાંત નજરે જોયા કરીને તેણે કહ્યું: ‘ના, તેવું કાંઈ જ નથી. હું સુખી છું. વળી મારી શેરીમાં ને કદાચ શહેરમાં હું સૌથી રૂપાળી છું, પણ રૂપ ને સૌંદર્ય બીજાને આકર્ષવા કે નશો કે પ્રભુ મને રૂપ કે સૌંદર્ય આપજે પણ તેનું ગુમાન ના આપીશ. કેમ કે તેથી મારં  ને બીજાનું જીવન દુઃખી થઈ જશે. મને લાગે છે કે તે પ્રાર્થના સ્વીકારાઈ છે.’ ચઢાવવા માટે નથી. બાલપણથી પ્રભુ પાસે મારી પ્રાર્થના હતી

‘હા, તમારી તે પ્રાર્થના જરૂર સ્વીકારાઈ છે. તમને જોઈને તેની ખાત્રી થાય છે.’ એમ કહીને મેં તેને નમસ્કાર કર્યાં, ને પછી અમે છૂટાં પડ્યાં.

 - શ્રી યોગેશ્વરજી