Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એકની એક અંધ માતાનો ત્યાગ કરીને યુવાને વનનો માર્ગ લીધો ને જગદંબાના સાક્ષાત્કારને માટે સતત સાધનાની શરૂઆત કરી.

અન્નજળના ત્યાગથી તેનું શરીર કમજોર ને કૃશ થઈ ગયું ને આંખો ઊંડી જતી રહી. ત્યારે એક રાતે અચેત અવસ્થામાં એને સ્વપ્ન આપીને જાણે જગદંબાએ કહેવા માંડ્યું : ‘મારો ત્યાગ કરીને તું મારી પ્રાપ્તિ કેવી રીતે કરી શકશે? મને ઓળખી પણ કેવી રીતે શકશે? મારી કૃપાની કામના હોય તો અંધ માતામાં પહેલાં મારી ઝાંખી કર. પહેલાં એ વૃદ્ધ માતાની સેવા કર.’

યુવાનનો ભ્રમ ભાંગ્યો, ને તે સસ્મિત પાછો ફર્યો.

- શ્રી યોગેશ્વરજી