સાગરનાં મજબૂત મોજાંમાં બેચાર લાકડાં આમતેમ અથડાતાં તણાતાં જતાં હતાં. તેમને કિનારે પહોંચવાની કામના હતી. પણ કિનારે કોણ પહોંચાડે? ઉત્તુંગ તરંગોમાં તે આમતેમ અથડાતાં જતાં હતાં.
એટલામાં એક નાવ ત્યાં થઈને પસાર થયું. નાવિકને દયા આવી, ને તેણે તેમને પોતાનાં માણસો પાસે ઉપડાવીને નાવમાં ગોઠવી દીધાં. ઈશ્વરની કૃપાથી તેમની ચિંતા ટળી ને વેદના શમી ગઈ.
નાવમાં બેઠેલા કવિનું હૃદય એ જોઈને બોલી ઉઠ્યું: ‘અશાંતિના સાગરમાં અથડાતાં ને ધ્રુવપદની પ્રતીક્ષા કરતાં કરોડો પ્રવાસી બાલોને આશ્રય આપવા ને બહાર કાઢવા મહામાનવરૂપી નૌકા બનીને તમે પ્રગટ થાવ ને તમારું ને તમારા જીવોનું જયગાન આ જગતમાં જગાડી જાવ!’
- શ્રી યોગેશ્વરજી