Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
અંતર જ્યારે અશાંત બને છે ત્યારે તમારી તરફ મીટ માંડે છે ને શાંતિની કામના કરે છે. ધગધગતા અંગારમાં જ્યારે અટવાવું પડે છે, ત્યારે તમારી શીતળ સ્નેહસુવાસની ઈચ્છા કરે છે. પીડાપીડિત પ્રાણ તમારા પીયૂષને તલસ્યા કરે છે. અંતર જ્યારે અશાંત બને છે ત્યારે તમારી તરફ મીટ માંડે છે.

ત્યારે જ તેને શાંતિની કીંમત સમજાય છે ને આરામનું મૂલ્ય આંકી શકે છે. એટલા માટે તે પ્રાર્થે છે કે હે પ્રભુ, અશાંતિમાં અટવાતાં ને પીડાથી પીડાતા જીવો શાંતિ ને આરામ મેળવે, ને તે માટે તે મદદરૂપ બને, એવી કૃપા કરી દો. હે અંતર્યામી, એવી કૃપા કરી દો!

- શ્રી યોગેશ્વરજી