Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સમતા ના રાખે તે સંત કહેવાય નહિ, હે સાધક, સમતા ના રાખે તેને સંત કહેવાય નહિ. જે સાગર જેવો શાંત ને ચંદન જેવો શીતળ રહે નહિ, ને જેનામાં મધુ જેવી મધુરતા મળે નહિ, તેને સંત કહેવાય નહિ; હે સાધક સમતા ના રાખે તેને સંત કહેવાય નહિ.

મારા ને તારાના ભેદથી જેનું મન ભરેલું ને રાગદ્વેષથી બળેલું હોય તેને સંત કહેવાય નહિ. હે સાધક, સમતા ના રાખે તેને સંત કહેવાય નહિ.

મોટા ને નાના તેમજ સ્ત્રી ને પુરુષના ભેદભાવ દૂર કરીને સૌની અંદર પરમાત્માના પ્રકાશને જોતો હોય તથા પ્રેમ ને અહિંસાથી ઓપતો હોય, તે જ સંત છે. બાકી જે સ્તુતિ ને નિંદાથી ચલિત થાય, શુભાશુભથી ડગે ને અહંકારમાં અટવાયા કરે, તેને સંત કહેવાય નહિ. હે સાધક, સમતા ના રાખે તેને સંત કહેવાય નહિ.

સંતપદની પ્રાપ્તિ માટે સમતાનો ઉપાસક થા ને સમતામાં પ્રતિષ્ઠિત થા; કેમ કે સમતા ના રાખે તેને સંત કહેવાય નહિ. હે સાધક, સમતા ના રાખે તેને સંત કહેવાય નહિ.

- શ્રી યોગેશ્વરજી