Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
એક મોટા શહેરના ઉપવનમાં જઈને મેં ઉતારો કર્યો, ને ત્યાં થોડા જ વખતમાં મારી ઓળખાણ વધી પડી. પછી તો કહેવું જ શું! માણસોની મુલાકાતો વધવા માંડી. જે આવતા ને ચાહતા તેમને મારા અનુભવ ભંડારમાંથી મેં ખુલ્લે હાથે અનુભવનું દાન દેવા માંડ્યું.

એક પ્રવાસીએ મારી પાસે આવીને પ્રશ્ન કર્યો: ‘શું તમે શ્રીમંત છો? મેં શ્રીમંતો ઘણાં જોયા છે, પણ એમ લાગે છે કે તમારી શ્રીમંતાઈ તો સૌથી વધી ગઈ!’

મેં કહ્યું: ‘ધનની શ્રીમંતાઈની મને ખબર નથી, તેની ચાહના પણ નથી. એટલે તે વિશે તો હું શું કહી શકું? પણ હા, દિલની શ્રીમંતાઈ મને ગમે છે, ને તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાથી શાંતિ મળે છે.’

- શ્રી યોગેશ્વરજી