પર્વતની પાછળ ચંદ્રમાનો ઉદય થયો, ને વાદળનું આવરણ ભેદીને તેનો પ્રકાશ થોડીવારમાં બધે ફેલાઈ ગયો. આજુબાજુનો અંધકાર પ્રકાશમાં પલટાઈ ગયો, ને પાસેની નદીનું પાણી તેનું સ્વાગત કરતાં ચમકવા માંડ્યું. એના અંતરમાં આનંદ ફરી વળ્યો.
પાણી પાસે બેઠેલા સંતે જિજ્ઞાસુને શાંત સ્વરમાં કહેવા માંડ્યું: ‘અંદરના આવરણને દૂર કરીને પરમાત્માના પ્રેમનો આવી રીતે ઉદય થાય એટલી જ વાર છે. પછી જીવનમાં અશાંતિ ને અંધકાર નહીં રહે. અંધકારને ઠેકાણે પ્રકાશ પ્રકાશ થઈ રહેશે ને શુષ્કતાને ઠેકાણે મધુરતા. આ માટે જ સાધના છે, ધર્મ છે, ને તત્વજ્ઞાન છે.’
- શ્રી યોગેશ્વરજી