Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
દીપકનો પ્રકાશ રાત્રીના અંધકારમાં બધે પથરાઈ રહ્યો છે. દિવસે જે કામ સૂરજ કરે છે તે કામ ગરીબ ને અમીરનાં નિવાસસ્થાનોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તે કરી રહ્યો છે. આમ તો તે બાળક દીપકને રોજ જુએ છે; પણ કોણ જાણે કેમ પણ આજે તેને તેમાં કોઈ વિશેષ મંત્રનું દર્શન થઈ રહ્યું છે.

ગામડાની પોતાની નાની સરખી મઢુલીમાં બેઠેલો એ બાળક દીપકને જોઈને વિચારે છે કે : ‘મારું જીવન પણ આ દીપક જેવું થઈ જાય તો? હું પણ બીજાના ઘરમાં આવી રીતે પ્રકાશ પાથરી શકું તો? જીવનને તેજોમય કરીને આ પ્રમાણે સહજ રીતે બીજાને માટે તેનો ઉત્સર્ગ કરી શકું તો?’

ને એ વિચારથી પ્રેરાઈને બાળકે જીવનને ઉજ્જવળ કરવાની ને બીજાની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી. તે રાત્રી તેને માટે બોધરાત્રી થઈ ગઈ.

- શ્રી યોગેશ્વરજી