Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
એક સાધકે સાધના કરીને દેવતા પાસેથી પારસની પ્રાપ્તિ કરી. ગુરૂની પાસે પહોંચીને તેણે પોતાની સફળતા ને સિદ્ધિની વાત કરી. ત્યારે ગુરૂએ તેની પાસેથી પારસની માંગણી કરી, ને પારસને લઈને તે પાસેના તળાવમાં નાંખી દીધો.

એ જોઈને સાધક નિરાશ થઈ ગયો ને વિલાપ કરવા લાગ્યો.

ગુરૂ તેને લઈને તળાવ પાસે ગયાં, ને તેમાંથી પારસને લઈ લેવાની આજ્ઞા કરી. સાધકે તેમાં હાથ નાખ્યો, તો તેના હાથમાં કેટલાય પારસ આવી ગયાં. તેનો હરખ માયો નહીં.

ગુરૂએ તેમને પણ તળાવમાં નાંખી દીધાં, ત્યારે સાધકે કહ્યું: ‘પ્રભુ, તમારામાં આ શક્તિ ક્યાંથી આવી? હવે તો પારસને બદલે મને એ શક્તિનું જ દાન કરો.’

ગુરૂએ કહ્યું: ‘બેટા, એ શક્તિ તારી અંદર જ છે. તારી અંદરના ચેતન પારસની પ્રાપ્તિ કર, એટલે આ બીજા પારસ તને કોડીની કીંમતનાયે નહીં લાગે. તે તારા મનને મોહિત નહીં કરી શકે.’

ને સાધકને પ્રકાશની પ્રાપ્તિ થઈ.

- શ્રી યોગેશ્વરજી