Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમને કોઈ કારણે છોડી ના શકીશ,
જનમોજનમ સાથ તમારો લભીશ.

હજી છોડવો હોય તો ભલે છોડે સાથ,
પોતાનું માન્યું તે ભલે ભીડે નહીં બાથ;
શંકા કરે, કટુ બોલે, મારે કદી લાત,
સ્નેહીની આંખો જલે છો, પડે છો પ્રપાત. ... તમને.

નિંદા કરે, માન તેમ સ્વાગત ના દે,
ફૂલની માળા કે ફૂલ હાથમાં ના લે;
બદનામી કરે ભલે સ્નેહી છો છોડે,
સ્તુતિ કરનારા ભલે મુખને મોડે. ... તમને.

તમે મારાં પ્રાણ તેમ જીવન થયાં,
જનમોજનમ તેમ રહેશો રહ્યા;
તમારી જ પ્રેરણાનું પાન હું કરીશ,
ગીતોના રૂપમાં વહી તમને મળીશ. ... તમને.

તમારે માટે હું બધું ખોવા છું તૈયાર,
રોવું પડે તો રોવા ને વેઠવા તૈયાર;
એકલા તમે જ મને મળો તો ઘણું,
બીડાયેલું ભાગ્ય મારું ઊઘડ્યું ગણું. ... તમને.

તમને કોઈ કારણે છોડી ના શકીશ,
જનમોજનમ સાથ તમારો લભીશ.

(રચના: ૫-૭-૧૯૫૭, શુક્રવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit