Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેટકેટલાં ગીત ધર્યાં મેં કેટકેટલાં ગીત !

અંતરના અંતરતમમાં જે પ્રકટ થઈ છે પ્રીત
તેના પડછંદાના જેવા ગાઈ નાખ્યાં ગીત ... કેટકેટલાં.

ગંગા જેવી પ્રતિપળ ચાલે, ફૂલ બાગમાં જેવા ફાલે,
ઊડે ફુવારા અનેકરંગી, એવી એની રીત ... કેટકેટલાં.

થાક ન લાગે, ઓટ ન આવે, નવાનવા ભાવોને લાવે;
આરાધના અનેરી ચાલે જીવનકેરી નીત ... કેટકેટલાં.

કેટકેટલી માળા કીધી, ઊર્મિ તેમજ લીધી દીધી,
શાશ્વત ખૂટો ગીત કદી ના, એજ અપાવે જીત ... કેટકેટલાં.

(રચના: ૨૮-૭-૧૯૫૭, રવિવાર, શ્રાવણ સુદ ૧)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit