Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારો શે વિસરું ઉપકાર ?

જીવનની યાત્રામાં મુજને મળી ગયો આધાર;
મળ્યો તમારો પ્રાણપ્રદાયક શુદ્ધ સ્નેહનો સાર.  
માનું કેમ કરી આભાર ! ... તમારો.

જીવન મારું તમે ચલાવો, કરો કષ્ટથી પાર;
દુઃખદર્દ ને ચિંતા ટાળો, દિવ્ય બની રખવાળ.  
માનું કેમ કરી આભાર ! ... તમારો.

પ્રેરણા ધરો, પ્રકાશ આપો, દૂર કરો અંધાર;
એવી પ્રીત થઈ છે એનો ઉજ્જવળ છે અંગાર.  
માનું કેમ કરી આભાર ! ... તમારો.

આતમ બંનેના એક થયા, મળ્યા પ્રાણના તાર;
શાશ્વત જીતે જીત ગણો ને હારે મારી હાર.
માનું કેમ કરી આભાર ! ... તમારો.

(રચના - ૩-૮-૧૯૫૭, શનિવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit