Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી કૃપા હોય તો તરે પાણીમાં કાગળની નાવ,
સાગર પણ મારગ ધરતાં દે પાર ઉતરવા કેરો લ્હાવ;

કૃપા તમારી શું ના કરતી, અશક્ય કૈં તેને છે ના,
રણમાં વન ને વનમાં રણ છે તેને માટે સહજ અહા !

‘પાગલ’ પ્રેમી શરણ તમારે પડ્યો લગાવી જીવનદાન,
કૃપા કરો બસ એજ કામના; સ્વીકારો પ્રગટાવી ભાવ.

 (૫-૮-૧૯૫૭, સોમવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit