Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આત્માની વાતોનો ઘણો ઉથલાવ્યો કોષ,
વાતો કરવાથી મળે મને ના સંતોષ.
એકલા આત્માને લઈ હું તે શું કરું,
શરીર વિના કહોને તેને શે વરું !

શરીરને છોડવું ના મુજને ગમે,
પ્રાણ મારો શરીર ને આતમે રમે;
શરીરનો સ્વાદ લઈ મસ્ત બનું હું,
સાથ લભીને તમારો ધન્ય થઉં શું !

સુંદરતાના સંપુટ જેવું લઈ રૂપ,
એટલે જ અનેરું અલૌકિક અનૂપ,
પ્રકટ હો મારી સામે, કામના કરું,
એકતાના આનંદથી ઉરને ભરું,

‘પાગલ’ બે પ્રાણ મળે શરીરની સાથ,
એક બને આતમ જ્યાં અંગ ભીડે બાથ !

(૧૩-૩-૧૯૫૭, મંગળવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit