Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કોઈ સાચો ત્યાગ કરે,
તેને ઇપ્સિત વસ્તુ વરે.

અંતરથી એને આરાધે, એનું ધ્યાન ધરે;
પૂજન સેવન એનું એકલ, તેને સ્વર્ગ મળે. ... કોઈ.

એના સ્મરણ મનનથી નિશદિન, મનમાં મસ્તી ભરે;
જપેતપે જે એને માટે, સંકટ સહેજ તરે. ... કોઈ.

રડે હૃદયથી ઝંખે એને અમુલખ વસ્તુ મળે;
‘પાગલ’ ત્યાગ કરી લે તેવો, ત્રિતાપ તુર્ત તરે. .... કોઈ.

(૧૭-૮-૧૯૫૭, શનિવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit