Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારું ધાર્યું સઘળું થાય.
‘પાગલ’ પ્રેમી બહુ બહુ અનુભવ અંતે એવું ગાય ... તમારું.

યોજના ઘડેલી માનવની ક્યાંયે ઊડી જાય,
અમલી બને તમારી ઇચ્છા, થાય બધું નિરુપાય ... તમારું.

કર્મ પ્રમાણે ફળને આપો, શાસ્ત્રોમાં કહેવાય;
આધાર તમારો લે તેને કરતા સર્વ સહાય ... તમારું.

મંગલ માટે કરો બધુંયે, ફેર પડે ન જરાય;
સમજે કે ના સમજે માનવ, સમજ્યે એમ તરાય ... તમારું.

અહંકાર ઓગાળી તેથી પડું નિરંતર પાય;
મનડું સ્તવે, રટે, ધ્યાન ધરે, આરાધે ને ગાય ... તમારું.

(૧૯-૯-૧૯૫૭, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

તમારું ધાર્યું સઘળું થાય.

પાગલ પ્રેમી બહુ બહુ અનુભવ અંતે એવું ગાય ... તમારું.

યોજના ઘડેલી માનવની ક્યાંયે ઊડી જાય,

અમલી બને તમારી ઇચ્છા, થાય બધું નિરુપાય ... તમારું.

કર્મ પ્રમાણે ફળને આપો, શાસ્ત્રોમાં કહેવાય;

આધાર તમારો લે તેને કરતા સર્વ સહાય ... તમારું.

મંગલ માટે કરો બધુંયે, ફેર પડે ન જરાય;

સમજે કે ના સમજે માનવ, સમજ્યે એમ તરાય ... તમારું.

અહંકાર ઓગાળી તેથી પડું નિરંતર પાય;

મનડું સ્તવે, રટે, ધ્યાન ધરે, આરાધે ને ગાય ... તમારું.

(૧૯-૯-૧૯૫૭, ગુરૂવાર)

Add comment

Submit