Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કસોટી મારી કેમ કરો ?

નિર્બળ હું તો બાળ તમારો, તાપ ઘણો કપરો;
સહી શકાયે કેમ કરીને, લેશ વિચાર કરો. ... કસોટી.

નમ્ર થઈને શરણે આવ્યો નેહભરેલ નરો;
પ્રેમીને પીડો ના પ્રભુજી, આશીર્વાદ ધરો. ... કસોટી.

સાચો કે ખોટો તો પણ છું આવ્યો ભાવભર્યો;
આશા મારી પૂરણ કરજો, હેતુ સમસ્ત સરો. ... કસોટી.

તમારા વિના અન્ય ન મારું, કરુણાદૃષ્ટિ કરો;
‘પાગલ’ પ્રાણ તલસતો તેને શાશ્વત શાંતિ ધરો. ... કસોટી.

(૧-૭-૧૯૫૮, મંગળવાર. ગુરૂપૂર્ણિમા)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit