Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારાં ગીત ઘણાં ગાયાં.

અંતરના અંતરતમમાંથી તમને મેં ચાહ્યાં,
સહજ સ્વભાવે સ્વરમાં પ્રકટ્યાં, નેહ મહીં નહાયાં. .... તમારાં.

સાચા દિલનાં જીવનના અરુણોદયથી ગાયાં;
સરિતાસ્ત્રોત સમાન તમારી સોડમહીં સમાયાં. ... તમારાં.

દેવોને પણ દુર્લભ એવી ધારી મધુર કાયા,
વ્યોમમહીં વિચર્યાં એ નિશદિન દિવ્ય કરી માયા. ... તમારાં.

બદલામાં ના કૈંયે માગું, શાંત ધરો છાયા;
‘પાગલ’ પ્રાણને તૃપ્ત કરી દો આજ કરીને દયા. ... તમારાં.

(૨-૭-૧૯૫૮, બુધવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit