Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિરહમિલનનો ખેલ, કેવો વિરહમિલનનો ખેલ !
ચાલ્યા કરે નિરંતર જગમાં વિરહમિલનનો ખેલ ! ... વિરહમિલનનો

રજની તારલિયાના સારે આંસુ હંમેશ અનેક;
દિવસ ઉગે ને રૂદન એનું ખીલે સ્મીતમાં છેક
સૂરજ ખીલે સોળકળાએ તોડી દેતાં જેલ ... વિરહમિલનનો

તાપછાંયના ફેરા ચાલે, સવાર આવે સાંજ;
રડે તે હસે, હસે રડે તે, પડે તે ઉઠે આજ;
તૂટ્યાં તેમ વિખૂટાં અંતર વચ્ચે થાયે મેળ ... વિરહમિલનનો

રંક રાય ને રાય બને છે રંક અચાનક કૈં,
રોગી થાય નિરોગી, વેઠે રોગ નિરોગી કૈં;
પતિત થાય છે પાવન કૈંયે મળતાં મંગળ મેળ ... વિરહમિલનનો

છૂટાં આજ પડે છે તેનો કાલ થતો સત્કાર,
મૃત જન્મે છે, હરતાં ફરતાં શાંત બને તત્કાળ;
કાળચક્ર આ ફરે સનાતન કરતાં કૈંકૈં ખેલ ... વિરહમિલનનો

વિરહમહીં જે તપે તે ખરે પામી મિલન જશે,
તમને પામી ફરી તમારો વિરહ કદી ન થશે;
દ્વંદ્વમહીં સપડાયે તેવા જનના ફેર ... વિરહમિલનનો

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit