Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વીતી જાયે કાળ તારો વીતી જાયે કાળ.

પળપળ ચાલે પાણી પેઠે, ચાલે ઋતુની હાર;
વર્ષો વીતે, ચક્ર ફરી લે કુદરત વારંવાર ... તારો વીતી જાયે

બાલ્યાવસ્થા તેમ જુવાની જરા જાય તત્કાળ;
મૃત્યુ પછી જન્મ વળી થાયે ફેર પડે ન લગાર ... તારો વીતી જાયે

દુઃખદર્દના દિવસો વીતે, સુખ પણ થાય અસાર;
વિરહ મિલનમાં, મિલન વિરહમાં પલટાયે પળવાર ... તારો વીતી જાયે

અમુલખ કાળ છતાં ચંચલ છે, પામી લેને સાર;
'પાગલ' જીતી લે જીવનને, પ્રભુને ઉરમાં ધાર ... તારો વીતી જાયે

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit